એવું કહેવાય છે કે ..., જયારે કુદરત રુંઠે છે ત્યારે ગમે તેવો ચતુર માણસ પણ સંંકટોના વમળમાં ફસાઇ જાય છે. એવું જ એક મહાવિનાશકારી સંકટ તે ‘કોરોના’.
જયારે પ્રથમ લોકડાઉન પછી સરકાર થોડી - ધણી છૂટછાટ આપતા કે અમુક સમય માટે દુકાનો ખોલવામાં આવશે ત્યારે કીડીઓના દરની માફક બજારમાં લોકો ખરીદી કરવા આવતા ત્યારે ઉભરાતું મે પ્રત્યક્ષ્ જોયુ પણ છે અને નિહાળ્યું પણ છે. એ સમયે હું અને મારી પત્ની અમે પણ ધરની કરિયાણાની ખરીદી કરવા ગયેલા ત્યાં અને અમુક નિઃસહાય કુટુંબ ખરીદી કરવા આવેલા તેમની હાલત જોઇને અત્યંત દયા આવતી હતી એમ થતું કે, માત્ર આટલી ઓછી આમદનીમાંથી આ લોકોના કુટુંબનું ભરણપોષણ કેવી રીતે થતુ હશે ? ત્યારે અમે પ્રત્યક્ષ એવા બે-ત્રણ કુટુંબ સાથે વાતચીત કરી હતી. અને તેમની દયનીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવા છ - સાત કુટુંબના સભ્યોને અમે બે જણે જાતે જ કરિયાણાની કીટ ખરીદીને આપી હતી.
જયારે અમે તેમને આ કીટ આપી ત્યારે એક કંગાળ સ્ત્રીએ આશીર્વાદ આપતા કહ્યું કે, ‘તમે અમારી સેવા કરી તેવી ભગવાન તમારી સેવા કરશે’
જયારે આ કોરોનાની બીજી ધાતક લહેર આવી ત્યારે તો લોકો ફટાફટ મૃત્યુના મુખમાં જવા લાગ્યા માણસ ફરીથી ડરવા લાગ્યો અને લાચાર બની ગયો ત્યારે મને ફરીથી વિચાર આવ્યો કે, સમાજના ભગવાન સ્વરૃપે એવા ધણાં દિગ્ગજો બેઠાં છે તે લોકોના મન સુુુધી આ વાત પહોંચીને તેમને મદદ રૃપ્ થઇ શકશે. એ બાબતને ધ્યાનમાં રાખીને જ આ ગૃપ બનાવવાનો મેં નિર્ધાર કર્યો છે. તેમાં મારો ખોટો આશય નથી.
‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ એ નામથી ગૃપનું નિર્માણ કયું આ ગૃપમાં મેં દરેક આગેવાન સભ્યોને જોડવાનો પ્રયત્ન કર્યો. તેમાં સતલાસણા તાલુકાના નામી બિલ્ડરો, ર્ડાકટરો, સમાજ સેવક, તથા જે ખરેખર મદદ કરી શકે તેવા લોકોને મેં ભાગીદાર કર્યા હતા. કે જે લોકો મને ખરેખર મદદ કરશે પણ જે નામી ર્ડાકટર એક-બે હતા તે માત્ર ૧પ થી ર૦ મિનિટમાં જ આ ગૃપમાંથી નીકળી ગયા ત્યારે ખરેખર હું મનથી નિરાશ થઇ ગયો પણ બીજી એક આશાની કિરણ તો કયારેે ઉત્પન્ન થઇ ? કે જયારે બીજી ૧૦ થી ૧પ મિનિટમાં જતો મારા સાથી મિત્ર પટેલ રાજેશકુુુુમાર દેવુભાઇએ તાત્કાલિક ૧૧,૦૦૦/- કરિયાણાની કીટ અને ૧૧,૦૦૦/- મેેેડિકલની કીટ માટે એમ રર,૦૦૦/- દાન ‘માનવ સેેેેવા એજ પ્રભુ સેવા’ માં જમા પણ કરાવી દીધુ.
ત્યારે ખરેખર મને અહેસાસ થયો કે, ખરેખર આ દુનિયામાં માનવતા મરી પરવારી નથી. આ ગૃપમાં જે જે મદદ કરે છે, તેમના ઉપર ખરેખર કુદરતના ચાર હાથ છે અને હંંમેશા રહેશે.
અને થોડી વારમાં સમર્થ ડાયમંડના જાણીતા એવા પટેલ ગોવિંદભાઇ માણકાભાઇ તેમણે પણ ૧૧,૦૦૦/- સામેથી ફોન કરી લખાવી દીધા. ત્યાર બાદ થોડી મિનિટમાં જ જાણે દાનની સરવાણી ચાલુ થઇ હોય તેમ સુદાસણા નિવાસી મારા મિત્ર ચૌહાણ રાજેન્દ્ર્ર્રસિંહ જે હાલમાં જે હાલમાં અરૃણાચલ પ્રદેશમાં આર્મીમેન તરીકે ભારત દેશની સેવા કરે છે. તેમણે પણ સામેથી મેસેજ કરી પ૧૦૦/- લખાવી દીધા તેમજ અમારા મોજીલા આંકલીયારા નિવાસી જે હાલ વાપીમાં વસેલા છે. અને અમારા પડોશી એવા પંંચાલ ગોવિંદભાઇ એ પણ સામેથી ફોન કરીને ૧૧,૦૦૦/- લખાવી દીધા. હું પણ પોતે ખૂબ જ ખુશ હતો.
પછી થોડી જ મિનિટોમાં જ આ ગૃપના સંકટમોચન જેવા જે સંજીવની જડ્ડબુટ્ટી લઇને આવ્યા હોય તેમ ગરીબોના મસીહા એવા જેમને અને ‘દાદુ’ તરીકે જ ઓળખીએ છીએ. એવા અમારા પટેલ દેવુભાઇ જોઇતારામ એ પ૧,૦૦૦/- બેધડક લખાવી દીધા વાહ ...... અને ફોન દવારા જણાવ્યું કે જે મદદ કરવી હોય તે કરો પૈૈૈસા ખૂટે તો મને એક ફોન કરજે હિતેશ તું ગભરાતો નહિ ગરીબોની મદદ કરજે.
બસ ....... આ સાથે જ મારા કાર્યની શુભ શરૃઆત થઇ.... હું જેમણે પણ મને ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ ગૃૃપમાં મન મુકીને મદદ કરી છે તે સર્વેનો હું રૃણી છું મારા આ શુભ કાર્યને પ્રોત્સાહન આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર સહ ... . જય માતાજી ...











0 Comments