About Me

    Samarpan Seva Trust Satlasana.   

સંસ્થાનું નામઃ- સમર્પણ સેવા ટ્રસ્ટ સતલાસણા.

સંસ્થાનો રજીસ્ટર નંબર :- એફ/૪૮૧૩/મહેસાણા.

ટ્રસ્ટ અમલમાં આવે:- તા.૧૧/૧૦/૧૯ ના દિને અમલમાં આવે.

સંસ્થાનું કાર્યક્ષેત્ર :- ગુજરાત રાજય.


સંસ્થાના ઉદેશો - હેતુઓ-

(૧) સંસ્થાનો મુખ્ય ઉદેશ શૈક્ષણિક તથા વિકાસલક્ષી કાર્યો કરવાનો છે.

(ર) તમામ પ્રકારના કેળવણી વિષયક કાર્યો હાથ ધરવા, બાલવાડી, આંગણવાડી,પ્રાથમિક શાળાઓ,માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ,તાલીમ કોલેજો મેડીકલ કોલેજો, ટેકનીકલ શિક્ષણના વર્ગો ,આઇ.ટી.આઇ. ના વર્ગો તેમજ કૃષિ વિષયક સિવણ લગતા વર્ગી,શાળાઓ, છાત્રાાયો, આશ્રમશાળાઓ, યોગશાળાઓ વગેરે તેમજ નર્સિંગ કોર્સ તથા પેરા મેડીકલ કોર્સના તમામ પ્રકારના વર્ગો ચલાવવા તેમજ કોસ તેમજ નિભાવવા.

(૩) સમગ્ર સમાજના લોકોના ઉત્થાન માટે સમાજના યુવક-યુવતિઓ ને વિવિધ પ્રકારની નોકરીઓ જેવી કે સચિવાલય,બિન સચિવાલય UPSC, GPSC, IAS, TET, TAT, HTAT માટે વિવિધ લક્ષી સ્પર્ધાત્મક પરિક્ષાઓ ની તૈયારીઓ માટે વર્ગો ચલાવવા તેમજ રોજગાર લક્ષી કોમ્પ્યુટર Spoken English ના તથા શીવણ, નર્સિંગ વગેરે કોર્સને શરૂ કરવાં અને વ્યવસાય, આરોગ્ય, શિક્ષણ, રોજગારી, કોમ્પ્યુટર, લગતા માહિતી કેન્દ્રો સ્થાપવા તેમજ ચલાવવા.

(૪) ગૃહ ઉઘોગના ક્ષેત્રમાં આવતા ઉત્પાદન,વેચાણ,અને તેની પ્રવૃતિના વિકાસ સંબંધિત કાર્યો કરવા તેમજ શિવણને લગતા શિવણવર્ગો, એમ્બ્રોઇડરી વર્ગો, ભરતગુંથણના વર્ગો, ઇલેકટ્રીકલ તથા વાયરમેનના વર્ગો રેડીયો ટી.વી. તેમજ ઓટો રીપેરીંગના વર્ગો ચલાવી શકાશે.

(૫) લોકો માં પર્યાવરણીય જાગૃતિ કાર્યક્રમો જેવાં કે વૃક્ષારોપણ, પર્યાવરણીય સમસ્યાઓ વિશે જન જાગૃતિ, પ્રદુષણ અટકાવવા નાં કાર્યકમો કરવા, વિવિધ પ્રકારના જૈવિક બિયારણો બનાવવા, તેમજ કૃષિનાં વિકાસ માટેનાં તમામ પ્રકારના વર્ગો ધ્વારા માર્ગદર્શન પુરા પાડવામાં આવ.

(૬) નશાબંધી નો અમલ કરાવવો તથા સમાજને વ્યસનમાંથી મુક્તિ અપાવવા માટે માર્ગદર્શનનાં વર્ગો ચલાવવા, વ્યસનથી થતુ શારિરીક, આર્થિક, સામાજિક નુકશાન વિશે જન જાગૃતિ નાં કાર્યકર્મો કરવાં. 

(૭) સમાજનાં ચાલતા કુરિવાજો જેવા કે દહેજપ્રથા, ભૃણહત્થા, દિકરા અને દિકરીના જન્મમાં ભેદભાવો, અંધશ્રધ્ધાઓ વગેરેમાંથી મુકિત મેળવવા માટે ના જનજાગૃતિ કાર્યકમો કરવાં.

(૮) કૃષિને લગતાં બિયારણોનું ઉત્પાદન કરવું તથા વેચાણ કરવું તેમજ ખાતરોનું ઉત્પાદન તથા વેચાણ કરવું. 

(૯) સમાજને રોગમુકત કરવા માટે જાતિય રોગો જેવાકે એઇડ્સ,સીફીલસ અટકાવવા માટે જનજાગૃતિ નાં કાર્યકમો કરવાં.

(૧૦) ગુજરાત રાજય પાણી પુરવઠા બોર્ડ - ગાંધીનગર દવારા શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા વ્યકિતગત શૌચાલયનું નિર્માણ કરવું,જાહેર શૌચાલયો,સ્કુલમાં સંડાસ-મુતરડી બનાવવાનો તેમજ શૌચાલયો બનાવવા માટે નોડલ એજન્સી મેળવવી.

(૧૧) ગુજરાત રાજય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ - ગાંધીનગર દવારા ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને આવાસ યોજના હેઠળ મકાનો બનાવી આપવા માટેની નોડલ એજન્સી મેળવવી.

(૧૨) શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરાવવા જેવા કે જનજાગૃતિ કાર્યકમો,નિબંધ વકૃત્વસ્પર્ધા લેખિત,મૌખિક કવીઝ સ્પર્ધા,જનરલ નોલેજનાં ટેસ્ટલેવા,તથા રેલી,નાટકો જેવા કાર્યકમો હાથ ધરવાં.

(૧૩) કુદરતી આપત્તિ જેવી કે પુર, વાવાઝોડું, ભૂકંપ, દુષ્કાળ, અતિવૃષ્ટિમાં સમાજને મદદરૂપ થવું તથા જીવનજરૂરિયાત ની ચીજો વિવિધ ફંડ ઉઘરાવી લોકોને મદદરૂપ થવું.

(૧૪) સરકાર શ્રી. વિવિધ ખાતાઓ દ્વારા ભુગર્ભ, રિચાર્જીંગ, ચેકડેમ,જળ વ્યવસ્થાપન, જળસિંચન,સિંચાઇ તથા જાહેર પીવાના પાણીની પરબો મુકાવવી.

(૧૫) સરકારની વિવિધ એજન્સીઓ અથવા બોર્ડ નિગમો ધ્વારા ચાલતી ઊર્જા વિકાસ,પવનચકકી, બાયો ગેસ,વનીકરણ,તેમજ પર્યાવરણને લગતી કામગીરી કરવી.

(૧૬) આરોગ્ય અને સ્વચ્છતા માટે પ્રથમિક સારવાર કેન્દ્ર, દવાખાના, હોસ્પિટલો, આયુર્વેદિકકોલેજો, હોમિયોપેથીક કોલેજો, વ્યવસાયિક લાયકાત ધરાવતા કોર્સોની કોલેજો પ્રસ્થાપિત ચલાવી શકાશે તે બાબતે માર્ગદર્શન આપી શકાશે.

(૧૪) માન્ય પ્રાણીઓના સંરક્ષણમાં, પાણીની વ્યવસ્થા કરવાનો.

(૧૮) રાજયના આદીવાસી વિસ્તારોમાં જન જાગૃતિ અભિયાન, આદીવાસી સંગઠનની રચના કરી તેના દ્વારા આદીવાસીઓનો સામુહીક વિકાસ શકય બનાવવો.

(૧૯) યોગાસનો, મેડિકલ કેમ્પ, રકતદાન શિબિર તથા નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવું.

(૨૦) ગ્રામ્ય વિકાસ અંગેના વિવિધ કાર્યકમોમાં હાથ ડરવા, ખેતી ઉત્કર્ષ તથા ખેતીને ઉત્તેજન આપે એવી બીજી પ્રવૃત્તિઓ હાથ ધરવી. 

(૨૧) કન્યા કેળવણી ને લગતા કાર્યક્રમો યોજવા જીવન.

(૨૨) ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ અર્થે પાકા રસ્તાઓ, કુવાઓ, પૂલો વગેરેની કામગીરીમાં મદદ કરી. 

(૨૩) ફર્ટીલાઇઝર કંપનીઓ ઓઇલ કંપનીઓ ધ્વારા ઉત્પાદીત યન જરૂરીયાતની ચીજવસ્તુઓ ગરીબ ખેડુતોને વ્યાજબી ભાવે સરળતાથી મળી રહે એવા પ્રયત્નો કરવા તેની કાર્યવાહી કરવી. 

(૨૪) વિકલાંગો, અંધજનો, અનાથો તથા નિરાશ્રીતો નાં કલ્યાણ માટેનાં કાર્યકમો કરવાં.

(૨૫) બેકારી નિવારણ અર્થે સરકારશ્રીના જાહેર સાહસો દવારા આપવામાં આવતા વ્યવસાયલક્ષી વિદ્યોગો સ્થાપવા કે સ્થાપવામાં મદદ કરવી.

(૨૬) ખાદી અને ગ્રામોધોગ બોર્ડ ધ્વારા માન્ય ઉધોગો ચલાવી રોજગારી આપવા પ્રયત્નો હાથ ધરવા અને તે અંગેના વેચાણ કેન્દ્રો અને સંશોધન કેન્દ્રો ચલાવવા.

(૨૦) યુવા પેઢીઓમાં રાષ્ટ્રીય ભાવના રાષ્ટ્રીય એકતા, ખેલદિલી શિસ્તની ભાવના વિકસાવવા માટે યોગ, રમતગમત ક્લબો ની સ્થાપના કરવી.

(૨૮) આજની યુવા પેઢીને રસ હોય તેવી વિવિધ રમતો (આઉટ ડોર, ઇન્ડોર રમતો) ની ટ્રેનીંગ આપતી સંસ્થાઓ સ્થાપવી.જેવી કે કિકેટ કલબ વોલીબોલ કલબ, ચેસ કલબ વગેરે.


(૨૯) રમત-ગમત અને સંગીત ને લગતા કોર્સ અને શાળાઓ કોલેજની સ્થાપના કરવી.

(૩૦) પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત તથા વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત નું નિર્માણ અને બચત કરવા માટે તેમજ ગોબરગેસ, નિધૂમ ચુલા, સૂર્ય કૂકર વગેરે ખાતાની માહિતી મેળવી પ્રચાર અને પ્રસારની પ્રવૃત્તિઓ કરવી. 

(૩૧) બાળલગ્ન, બાળમજુરી, વ્યાસન અટકાવવા માટે પ્રયત્નો હાથ ધરવી,

(૩૨) વનીકરણ, વનૌષધ એકત્રીકરણ જંગલોનો વિસ્તાર વધારવામાં મદદરૂપ થવું.
(૩૩) અંતરીયાળ તથા જંગલો અને પહાડી વિસ્તારમાં રહેતા આદીવાસી લોકોમાં સુષુપ્ત પડી રહેલ શકિતનો અભ્યાસ કરવો અને જુદી જુદી વનસ્પીઓના ઉપયોગથી કેટલીક ઔષધિ બનાવા અંગેની તેમની જાણકારી બહાર લાવવી,વિકસાવવી અને તેમની મદદથી વનસ્પતિમાંથી બનતી જુદી જુદી ઔષધિઓ બનાવવા સંશોધન કરવું અને તેનો વિકાસ કરો, પણ આજ પણ તે

(૩૪) ગ્રામ્ય જીવ માત્રના ઉત્થાન અને વિકાસ માટે, પર્યાવરણના વિકાસ માટે ખેતીના વિકાસ માટેની વિવિધ યોજનાઓ હાથ ધરી અને તેનાથી માણસોને વાકેફ કરવા,જમીન સંરક્ષણ,જળસ્ત્રાવ (વોટરશેડ)પાણી પુરવઠા જમીન સુધારણા,બંધો, ચેક્ડમાં, ખેતી વિશેની માહીતી વિવિધ કૃષિ મેળાઓ વિગેરે જેવી પ્રવૃતિઓ હાથ ધરવી.

(૩૫) જુનો સાંસ્કૃતિક વારસો ટકાવવા માટે વિવિધ માહીતી શ્રમ, રોજગારની વિવિધ શિબિરો સંગઠનો, મેળાવડા માહીતી પ્રચાર,પશુપાલન પશુઓનું રક્ષણ અને તેનો વિકાસ અને તેનો સંવર્ધન,સુધારાની પ્રવૃતિ,પશુ પ્રાણીઓને ચારરો પુરોપાડવાનું કાર્ય તે માટેના ફોડર ફોર્મ તૈયાર કરવા વિગેરે જેવી પ્રવૃતિઓ કરવી.

(૩૬) અતિગંભીર દયા જનક, ભુખમરાની સ્થિતિમાં જીવન જીવતા મનુષ્યને અને પશુ પક્ષીઓ માટે તેમની પાયાની જરૂરીયાતો જેવી કે રહેઠાણ પોષક ખોરાક વિગેરે પુરી પાડવા તેમજ કાનૂની સલાહ અને સહાય કેન્દ્રો શરૂ કરવા તથા નશાબંદીનો ફેલાવો તેમજ આરોગ્યને લગતી તમામ પ્રવૃતિઓ કરવી અને મહીલા તથા બાળકો માટેની વિવિધ યોજનાઓ, સમુહલગ્ન, મેળાવડા, અંધઅપંગ અને અનાથ વૃધ્ધો માટે તેમના વિકાસના અને તેમના ઉત્કર્ષના તમામ કાર્યો હાથ ધરવા.

(૩૭) આગ, અકસ્માત,દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ જેવી કુદરતી આફતોમાં સપડાયેલા નિરાધાર લોકોને મદદ કરી અથવા આવા પ્રકારના કામો કરતી સંસ્થાને મદદ કરવી ઉપરાંત જીવદયાનું કાર્ય કરતી સંસ્થાઓને મદદ કરવી.

(૩૮) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા ચાલતી પ્રવૃતિ પડતર સરકારી જમીનોમાં વનીકરણ કરવું, કૃષિ બાગાયત કાર્યક્રમો તેમજ ભૂ સ્તર ઉંડું લાવવા માટે નાની નદીઓ ઉપર તળાવો, ચેકડેમો, આડબંધો, ખેત તલાવડીઓ બનાવવી ભુગર્ભમાં પાણી રીચાર્જના કાર્યક્રમો કરવા તેમજ પાણી અંગે લોકજાગૃતિ ઉભી કરવી વેસ્ટલેન્ડ જમીનો નવસાધ્ય કરવાના કાર્યકમો કરવા તેમજ પર્યાવરણને લગતા કાર્યક્રમો કરવા.

આ સંસ્થા બનાવીએ છીએ.અને એ સંસ્થાને સોસાયટી રજીસ્ટર એકટ -૧૮૬૦ તથા બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ-૧૯૫૦ હેઠળ નોંધાવવા માગીએ છીએ,

Post a Comment

0 Comments